Type to search

Politics ગુજરાતી

હાફિઝ સૈયદ માટે બેંકમાંથી પૈસા ઉપાડવાની રજા આપો, રીઢા આતંકવાદીની ફેવર કરે છે ઇમરાન ખાન…

Share

ઈસ્લામી આતંકવાદના મુદ્દે રોજ પોતાનાં નિવેદનો બદલી રહેલા પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને યુનોને વિનંતી કરી હતી કે હાફિઝ સૈયદની સારવાર અને ખાધાખોરાકી માટે એના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની રજા આપો.યુનોએ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થયા બાદ હાફિઝ સૈયદના તમામ બેંક ખાતાં ફ્રીઝ કર્યા હતા. ઇમરાન ખાને હાફિઝને એના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા દેવાની વિનંતી યુનોને કરી હતી.

આ એજ હાફિઝ સૈયદ છે. જેણે દરિયા માર્ગે મુંબઇમાં 2008-09માં આતંકવાદી હુમલો કરાવ્યો હતો. એ પહેલાં 2001માં ભારતીય સંસદ પર અને ફરી એકવાર 2006માં મુંબઇની લોકલ ટ્રેનોમાં આતંકવાદી હુમલા કરાવ્યા હતા. એ સતત ભારત વિરોધી કાવતરાં ઘડતો રહે છે. આતંકવાદી સંસ્થા જમાત-ઉદ્-દાવાના પ્રમુખ હાફિઝ સૈયદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યો છે.

2008માં યુનોએની સુરક્ષા પરિષદે એના પર બેન જાહેર કર્યો હતો અને 2009માં ઇન્ટરપોલે નામે રેડ કોર્નર નોટિસ પણ પ્રગટ કરી હતી.હાફિઝ સૈયદ જેલમાં હોવાના પાકિસ્તાનના દાવા એક કરતાં વધુ વખત ખોટા સાબિત થયા હતા. ભારતે પાંચમી ઑગસ્ટે જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો રદ કરતી 370મી કલમ રદ કરી ત્યારબાદ પાકિસ્તાને ખાનગી રીતે હાફિઝને જેલમાંથી મુક્ત કરી દીધો હતો. એની બંને કિડનીઓ ફેલ હોવાનું કહેવાય છે અને એ આરોગ્યની દ્રષ્ટિએ સાવ ખખડી ગયેલો છે એવું પણ કહેવાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *