Type to search

Business ગુજરાતી

સેન્સેક્સમાં 1921 પોઇન્ટનો હાઇ જમ્પ:કોર્પોરેટ ટેક્સમાં રાહતથી શેરબજારમાં દિવાળી

Share

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમને દેશમાં મંદીની અસરને ઓછી કરવા માટે મહત્વની જાહેરાત કરી છે. મોદી સરાકરે કોર્પોરેટ ટેક્સ પર કાતર ફેરવી છે. જેથી હવે નવો કોર્પોરેટ ટેક્સ દર 17.1 ટકા લાગૂ થશે.નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન સેન્સેક્સ 1671 અંક ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી 331 અંક વધ્યો છે.

કામકાજના અંતે આજે સેન્સેક્સ 1,921.15 (5.32%) ઉછળીને 38,014.62 જ્યારે નિફ્ટી આંક 569.40 (5.32%) ઉછળીને 11,274.20ની સપાટીએ મજબૂત રહ્યો હતો.નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે સવારે એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો ક્રાન્તિકારી નિર્ણય લીધો હતો.

સ્થાનિક કંપનીઓ અને નવી કંપનીઓને આ રાહતનો લાભ મળશે.તેમણે કહ્યું કે કંપનીઓએ હવે 22 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. સરચાર્જ સહિત ટેક્સનો દર 25.17 ટકા થશે. નાણાં પ્રધાને કહ્યું હતું કે જે કંપનીઓ કોઇ છૂટછાટ નહીં લે એમને માટે મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સના દર ઘટાડવામાં આવ્યા હતા.

નવી કંપનીઓએ મેટ દેવામાં પણ રાહત આપવામાં આવી હતી. 2019ના ઓક્ટોબર માસ પછી જે કંપનીઓ સ્થપાશે એમણે ફક્ત 15 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. એમના પર ટેક્સનો રેટ 17.01 ટકાનો રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *