Type to search

Gadgets ગુજરાતી

સરકારે નવી વેબસાઇટ કરી લોન્ચ:હવે ચોરી અને ખોવાયેલા મોબાઇલને સરળતાથી શોધી શકાશે…

Share

તાજેતરમા કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે એક વેબ પોર્ટલનું લોન્ચ કર્યુ. સરકારે આ સર્વિસને સેન્ટ્રલ ઇક્યુપમેન્ટ આઇડન્ટિટી રજિસ્ટર નામ આપ્યુ છે. પોર્ટલના માધ્યમથી મોબાઇલનું લોકેશન ટ્રેસ કરી શકશે.

વેબ પોર્ટલ યૂઝર્સની કરશે મદદ :

આ વેબ પોર્ટલની મદદથી યૂઝર્સના મોબાઇલને બ્લોક, ચોરી થયેલા કે ખોવાયેલા મોબાઇલને શોધવા, મોબાઇલની લોકેશન ટ્રેક કરવા તેમજ આઇએમઇઆઇ નંબરને પણ બચાવી શકાશે.ઉલ્લેખનીય છે કે, આઇએમઇઆઇ નંબરના માધ્યમથી મોબાઇલની ઓળખ મેળવી શકાય છે. આ આઇએમઇઆઇ નંબર રિપ્રોગ્રામેબલ હોય છે, જેના કારણે તેને બદલી પણ શકાય છે. જો કે, ચોર મોબાઇલની ચોરી કર્યા પછી તેના નંબર બદલાવી નાખે છે.

આ રીતે નોંધાવી પડશે એફઆઇઆર :

જો તમારો ફોન ચોરી થઇ ગયો હોય તો, સૌપ્રથમ તમારે નજીકના પોલીસ સ્ટેશનમા એફઆઇઆર નોંધાવી પડશે. તેના પછી તમારા મોબાઇલ ચોરી થઇ ગયાની જાણકારી દૂરસંચાર સહાયતા કેંન્દ્રના નંબર 1442 કેન્દ્ર પર આપવી પડશે.

હવે તમારા મોબાઇલને બ્લોક કરી દેવામાં આવશે. સૂત્રોના આધારે, જો બ્લોક કરેલા મોબાઇલમા સિમકાર્ડનો ઉપયોગ થશે, તો દૂરસંચાર કંપનીએ આ વાતની જાણ પોલીસ સ્ટેશનમા કરવી પડશે. હાલમા, સરકારે આ સર્વિસ ફક્ત મહારાષ્ટ્ર પુરતી જ શરૂ કરી છે. થોડા જ સમયમા બીજા રાજ્યોમા પણ આ સેવાને લાગુ કરવામા આવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *