Type to search

Business ગુજરાતી

વિદેશમંત્રીનો અમેરિકાને જવાબ:કોની પાસેથી શું ખરીદવુ તે અમે નક્કી કરીશું…

Share

ભારતના વિદેશમંત્રી એસ જયશંકર હાલમાં અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેમણે અમેરિકા દ્વારા પ્રતિબંધના જોખમ છતા પણ ભારત દ્વારા રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવાના ભારતના નિર્ણયનો બચાવ કર્યો છે.જયશંકર અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોને મળ્યા તે પહેલા કહ્યુ હતુ કે, ભારત રશિયા પાસેથી મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે સ્વતંત્ર છે. અમે નથી ઈચ્છતા કે કોઈ દેશ અમને કહે કે રશિયા પાસેથી શું ખરીદવાનુ છે અને શું નહી. અમે હંમેશા કહ્યુ છે કે, કોની પાસેથી કયા હથિયાર ખરીદવા તે અમારો અધિકાર છે.

જયશંકરે કહ્યુ હતુ કે, ભારત એક સ્વતંત્ર દેશ છે અને કોઈ પણ નિર્ણય લેવો તે અણારો અધિકાર છે. મને લાગે છે કે, આ વાતને સમજવુ દરેકના હિતમાં છે.

જયશંકરે ભારત અને ઈરાન વચ્ચેની મંત્રણા અંગેના સવાલ પર કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કરતા કહ્યુ હતુ કે, ભારત માટે અમને વારંવાર ભરોસો અપાવાયો છે કે, ભારતને મળનારા એનર્જી રિસોર્સીસના પૂરવઠા પર કોઈ અસર નહી થાય.ઉલ્લેખનીય છે કે અમેરિકાએ રશિયા પાસેથી હથિયાર ખરીદનારા અને ઈરાન પાસેથી ઓઈલ ખરીદનારા દેશો પર પ્રતિબંધ મુકવાની ધમકી આપેલી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *