Type to search

ગુજરાતી

વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર હાર્ડ લેન્ડિગ થયું, દક્ષિણ ધ્રુવ પર અંધારાના કારણે લોકેશન મળી ન શક્યું-નાસા…

Share

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ શુક્રવારે ચંદ્રયાન-2 પોતાનો રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરની હાર્ડ લેન્ડર થઈ હોવાનું કહેવાયું હતું. એજન્સીએ તે જગ્યાની ઘણી તસવીરો પણ જાહેર કરી હતી, જ્યાં વિક્રમની લેન્ડિગ થવાનું હતું. જો કે, વિક્રમ ક્યાં પડ્યું આ અંગે જાણી શકાયું નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ચંદ્ર પર રાત થઈ ગઈ છે, જેના કારણે મોટાભાગે સપાટી પર માત્ર પડછાયો જ જોવા મળે છે. એવામાં વિક્રમ લેન્ડર કોઈ પડછાયા પાછળ હોઈ તેવું બની શકે છે.

નાસા ઓક્ટોબરમાં દક્ષિણી ધ્રુવથી રાત પુરી થાય ત્યારબાદ ફરી પોતાના લૂનર રિકોનેસા ઓર્બિટરના કેમેરાથી વિક્રમનું લોકેશન જાણવા અને તેની તસવીર લેવાનો પ્રયાસ કરશે. પહેલા પણ એજન્સી આવા પ્રયાસો કરી ચુકી છે, પરંતુ તેમાં તે સફળ રહી નથી.

લેન્ડર સાથે સંપર્ક નથી થયો, પરંતુ ઓર્બિટર સારું કામ કરી રહ્યો છેઃઈસરો

ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોના ચેરમેન કે.સિવને કહ્યું કે, ચંદ્રયાન-2 ઓર્બિટર ઘણું સારું કામ કરી રહ્યું છે, જો કે લેન્ડર ‘વિક્રમ’સાથે કોઈ પ્રકારનો સંપર્ક થઈ શક્યો નથી. તેમણે એવું પણ કહ્યું કે, લેન્ડર સાથે થયેલી ગરબડ અંગેની જાણકારી મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરની એક સમિતિ વિશ્લેષણ કરી રહ્યા છે. જેના રિપોર્ટ મળ્યા બાદ જ અંતરિક્ષ એજન્સી પોતાની આગળની યોજના પર કામ શરૂ કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *