Type to search

Politics ગુજરાતી

મંદીની અસર ઓછી કરવા 20મી સપ્ટેમ્બરે સરકાર લેશે આ મોટો નિર્ણય…

Share

GST કાઉન્સિલ 20 સપ્ટેમ્બરની બેઠકમાં ઓટોમોબાઇલ, બિસ્કિટ્સ અને અન્ય FMCG સેક્ટરના ટેક્સમાં ઘટાડો કરવાના મુદ્દે ચર્ચા કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાઉન્સિલ 5 ટકાના સૌથી નીચા ટેક્સ સ્લેબને વધારી 8 ટકા કરવાની પણ ચર્ચા કરી શકે ઉપરાંત વૃદ્ધિને વેગ આપવાના ભાગરૂપે GST માળખામાં ફેરફારની પણ શક્યતા છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર : “આ પ્રસ્તાવો કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે.” રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથેની ફિટમેન્ટ કમિટીની બેઠક ગયા સપ્તાહે મળી હતી. જેમાં ઓટોમોબાઇલ સેક્ટરના વ્યાજદરમાં ઘટાડાથી આવક પર સંભવિત અસરની ચર્ચા થઈ હતી.આગામી સપ્તાહે ગોવામાં મળનારી GST કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે આખરી નિર્ણય લેવાશે.વપરાશ આધારિત માંગમાં વધુ ઘટાડો અટકાવવા અને માંગને વેગ આપવા સરકારને ટેક્સમાં ઘટાડો કરી સ્ટિમ્યુલસ આપવા જણાવાયું હતું.

વાહનો પર GSTનો દર ઘટવાથી ટેક્સની આવકમાં જે ઘટાડો થશે અને તેનો અમુક હિસ્સો રાજ્યોએ વહેંચવો પડશે. આવક ઊભી કરવાના અન્ય વિકલ્પોમાં 5 ટકાના સૌથી નીચા GST સ્લેબમાં વધારો કરવાનો પ્રસ્તાવ સામેલ છે, જેની સમીક્ષા કરાશે. કેટલીક રાજ્ય સરકારોએ વ્યાપક સુધારાના ભાગરૂપે 12 અને 18 ટકાના સ્લેબને મર્જ કરવાના સૂચનને ટેકો આપ્યો છે. આવકની સ્થિતિને જોતાં આ બાબતે વહેલો નિર્ણય લેવાઈ શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *