Type to search

Business Politics ગુજરાતી

ભારતને GSPમાં સહભાગી કરો જેથી વ્યાપારી કરાર સરળ બને, 44 સેનેટરોએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પને પત્ર લખ્યો

Share

અમેરિકાના 44 સેનેટરોએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક પત્ર લખીને એવું સૂચન કર્યું હતું કે ભારતને ફરી જીએસપીમાં સહભાગી કરો જેથી બંને દેશો વચ્ચે વ્યાપારી સંધિ-સમજુતી સરળ બને.

આ પત્રમાં 26 ડેમોક્રેટ્સ અને 18 રિપબ્લિકન સેનેટરોએ સહી કરી છે. આ લોકોએ અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇઝરને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે આપણા ઉદ્યોગો માટે ભવિષ્યમાં સહેલાઇથી બજારો મળી રહે એટલા માટે પણ ભારતનો જીએસપીમાં સમાવેશ થાય એ આપણા હિતમાં છે.કોંગ્રેસના જિમ હાઇમ્સ અને રોન એસ્ટેસ દ્વારા તૈયાર કરાયેલા આ પત્રમાં અગાઉ જણાવ્યું એમ 26 ડેમોક્રેટ્સ અને 18 રિપબ્લિકન સેનેટરોએ સંમતિ દર્શાવતા સહી કરી છે.

કોએલીશન ફોર જીએસપીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડેન એન્થનીએ કહ્યું હતું કે ભારતને જીએસપીમાંથી દૂર કર્યા બાદ અમેરિકી કંપનીઓ પોતાને થયેલા નુકસાનની અને નોકરીઓની ફરિયાદ સંસદને કરી રહી હતી.

એન્થનીએ એવો દાવો કર્યો હતો કે ભારતને જીએસપીમાંથી દૂર કર્યા બાદ ભારતીય નિકાસકારોની સ્થિતિ પહેલાં કરતાં સારી થઇ છે પરંતુ અમેરિકી કંપનીઓએ નવા ટેરિફ મુજબ રોજના દસ લાખ ડૉલર્સ ચૂકવવા પડે છે. એકલા જુલાઇ માસમાં અમેરિકી કંપનીઓને ત્રણ કરોડ ડૉલર્સ (આશરે 214 કરોડ રૂપિયા)નું નુકશાન થયું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *