Type to search

Daily Reports Politics ગુજરાતી

ઈમરાન ખાને માન્યું : પાકિસ્તાને જ ઉછેર્યા છે આતંકવાદીઓને…

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષોથી કહે છે કે પાકિસ્તાન આંકવાદીઓની ફેક્ટરી છે, હવે આજ વાત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ સ્વીકારી લીધી છે. ઈમરાન ખાને સ્વીકાર્યું છે કે ઘણાં આતંકી સંગઠનો તેમની જમીન પરથી પૈદા થયા છે અને તેમને ટ્રેનિંગ આપવામાં આવી છે. ઈમરાન ખાને આ આતંકી સંગઠનો માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું, “80ના દાયકામાં જ્યારે પાકિસ્તાન સોવિયતે અફઘાનિસ્તાન પર કબજો કર્યો તો આ મુઝાહિદ્દીનોને જેહાદ માટે તૈયાર કર્યા, તેમનું ફંડિંગ અમેરિકાના CIA દ્વારા થયું.”

 

ઈમરાને આતંકવાદનું ઠીકરું અમેરિકા પર ફોડતા કહ્યું: “એક દાયકા બાદ જ્યારે અમેરિકા પોતે અફઘાનિસ્તાનમાં આવી ગયું તો આ જેહાદ નહીં આતંકવાદ થઈ ગયો. આ મોટી વિડંબણા છે. મને લાગે છે કે પાકિસ્તાનને ન્યુટ્રલ રહેવું જોઈતું હતું કારણ કે આ સંગઠનોમાં જોડાવું અમારા માટે નુકસાનકારક સાબિત થયું છે અને 70 હજાર લોકોને ગુમાવ્યા છે. અમને 100 અબજ ડૉલરનું આર્થિક નુકસાન થયું.” આ ઉપરાંત એમનું કેહવું છે કે “અંતમાં અમેરિકાએ પાકિસ્તાન પર દોષનો ટોપલો ઢોળ્યો, આ પાકિસ્તાન માટે બહુ જ ખોટું થયું.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *