Type to search

ગુજરાતી

ઈન્ડોનેશિયામાં 6.5નો ભૂકંપ, 20 મોત, 100થી વધુ ઘવાયા…

Share

ઈન્ડોનેશિયાના સુદુર મુલૂકુ ટાપુએ ગુરુવારે ભારે ભૂકંપના આંચકા આવ્યા. તેની તીવ્રતા 6.5 રહી હતી. આ ભૂકંપને કારણે ઈમારતો ધસવા લાગી અને ભયના માર્યા લોકો જીવ બચાવવા ઘરોમાંથી માર્ગો પર દોડી આવ્યા હતા.

પ્રવક્તા એ જણાવ્યું કે ભૂકંપને લીધે એક નવજાત સહિત 20 લોકો મૃત્યુ પામ્યા. 100થી વધુ ઘવાયા હતા. 2000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. મોટાભાગના લોકો કાટમાળ નીચે દટાઈ જતાં મૃત્યુ પામ્યા છે. એક યુવકનું મોત હાર્ટએટેક આવતાં થયું હતું. સૌથી વધુ વિનાશ 40 હજારની વસતી ધરાવતા એમ્બોન શહેરમાં સર્જાયો છે. ત્યાં ભૂકંપ બાદ લોકો ઘાયલ અવસ્થામાં માર્ગો પર પડ્યાં હતાં.સવારે ભૂકંપ આવ્યો ત્યારે બધા ઊંઘતા હતા. આ ભૂકંપનું કેન્દ્ર એમ્બોન શહેરથી 37 કિમી દૂર 29 કિમી ઊંડે હતું. બે ડઝનથી વધુ આફ્ટર શોક પણ આવ્યા હતા. તેમાં સૌથી વધુ 5.6ની તીવ્રતાનો આંચકો પણ સામેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *