Type to search

Politics ગુજરાતી

‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’, વિદેશમંત્રીએ કર્યો બચાવ તો રાહુલ આપ્યો આવો જવાબ…

Share

હ્યુસ્ટનમાં યોજાયેલા હાઉ ડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ ઉલ્લેખ કર્યો હતો.જેની કોંગ્રેસે ટીકા કરી હતી.

હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર નિશાન સાધીને કહ્યુ છે કે, અમારા વડાપ્રધાનની ભૂલને છુપાવવા માટે વિદેશ મંત્રી પી જયશંકર તમારો આભાર, પીએમ મોદીએ જે રીતે ટ્રમ્પને સમર્થન આપીને ચાપલૂસી કરી હતી તેના કારણે ટ્રમ્પની હરિફ અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીમાં ભારત માટે ગંભીર સમસ્યાઓ ઉભી થઈ ચુકી છે. મને આશા છે કે, તમે દખલ કરીને પીએમને થોડી ઘણી ડિપ્લોમસી શિખવાડશો.

રાહુલ ગાંધીએ આ વ્યંગ કર્યો તે પહેલા જયશંકરે પીએમ મોદીનો બચાવ કરતા કહ્યુ હતુ કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2020માં ભારતીય સમુદાયની વચ્ચે ચૂંટણી પ્રચાર માટે અબ કી બાર ટ્રમ્પ સરકારનો નારો વાપરવાના છે અને પીએમ મોદીએ માત્ર તેનો ઉલ્લેખ કર્યો હતો. મને લાગે છે કે, વડાપ્રધાને જે વાત કહી હતી તેને બહુ ધ્યાનથી સાંભળવી જોઈએ.પીએમે જે કહ્યુ છે તેનો ખોટો અર્થ કાઢવાની જરુર નથી. અમેરિકાની આંતરિક રાજનીતિને લઈને ભારત નિષ્પક્ષ છે. એ દેશમાં જે પણ થાય છે તે ત્યાંનો મામલો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *